“..... પુસ્તકમાં
‘સામીપ્ય’ શબ્દની જોડણી ખોટી છે, સામીપ્ય શબ્દમાં ‘મી’ દીર્ઘ આવે, પુસ્તકમાં
હ્રસ્વ ‘મિ’ છપાયો છે.”
“પણ સાહેબ, મેં
વાંચ્યું છે કે ઈ-કાર પછી જો ‘ય’ આવે તો એ હ્રસ્વ કરવો, જેમ કે, ‘ફરિયાદ’ શબ્દમાં
‘ર’ હ્રસ્વ ઇ સાથે આવે છે.”
“તારા જેવા અધૂરા
જ્ઞાન વાળાથી આવી ભૂલ થતી હોય છે. બીજા એક વધુ પાયાના નિયમ મુજબ એક શબ્દમાંથી બીજો
શબ્દ બને ત્યારે જોડણી મૂળ શબ્દ ને અનુસરે છે. ‘સમીપ’ શબ્દમાંથી ‘સામીપ્ય’ શબ્દ
બન્યો છે અને ‘સમીપ’ શબ્દમાં ‘મી’ દીર્ઘ
છે......”
શિક્ષક
વિદ્યાર્થી વચ્ચેના આ સંવાદો કઈ વિદ્યા શાખાના હોય એવું લાગે છે? ૧૨માં ધોરણમાં
વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના એક શિક્ષક અને તેના વિદ્યાર્થી વચ્ચેના આ સંવાદો છે.
અવસર હતો કલનશાસ્ત્રની શરૂઆત કરવાનો અને શિક્ષક ભણાવતાં હતાં સામીપ્ય(Neighbourhood)ની
વ્યાખ્યા. કલાનશાસ્ત્રને અંગ્રેજીમાં કેલક્યુલસ (calculus) કહે છે. જો ગણિતની સાથે
સાથે આટલી સુક્ષ્મતાથી ગુજરાતી ભાષાની પણ ચર્ચા થતી હોય ત્યારે એ ગણિતનો ખ્યાલ પણ
વધુ સ્પષ્ટ થાય છે અને ભાષાને થોડો પ્રાણવાયુ મળે છે. ગણિત સ્વતંત્ર વિષય કહી
શકાય, તે છતાં ભાષાથી મુક્ત નથી! કાળક્રમે વિદ્યાશાખાઓ એટલી સાંકડી થઇ છે, કે
વિદ્યાશાખાઓ વચ્ચેના સંવાદની તાતી જરૂરિયાત ઉભી થઇ છે અને એ વર્તમાન સમયનો પડકાર
છે. જો આ પડકાર આપણે નહિ ઝીલીએ તો વિદ્યાશાખાઓનું આયુષ્ય ઘટી શકે છે.
તા.ક. ઉપરના
લખાણમાં કે આ વાક્યમાં જોડણી કે વ્યાકરણની ભૂલ નથી એવું માનવું નહિ!
No comments:
Post a Comment