વર્ષ હતું ૨૦૦૧-૨૦૦૨. સ્થળ હતું હોસ્ટેલનું ભોજનાલય, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા. હું એ સમયે અનુસ્નાતક સ્તરે અભ્યાસ કરતો હતો. દરરોજ જમતી વખતે મારી નજર ભોજનાલયમાં કામ કરતા લોકો પર પડતી. કેટલાક તો બાળકો જેવાં હતાં. એક છોકરો થાળી લૂછતો. એ એના કામમાં મસ્ત હોય. મહીને ૬૦૦-૭૦૦ રૂપિયા એને મળતા હોય અને રહેવા અને જમવાનું ભોજનાલયમાં મફત. મેલાં જૂનાં કપડાં પહેર્યા હોય. ગરીબ છોકરાનું શબ્દચિત્ર આપી લેખની સુંદરતા નથી વધારવી! તેની સાથે વાત કરવાનું મને મન થતું. દરરોજ સ્મિતનું આદાન-પ્રદાન તો થતું જ. એક દિવસના સંવાદો કૈંક આવા હતા-
``શું નામ છે તારું?"
``મુન્નો."
``સાચું નામ?"
``મનોજ."
એને એનાં જીવનમાં ક્યારેય કોઈએ સાચા નામથી નહિ બોલાવ્યો હોય! થોડા દિવસ પછી મેં ફરી વાતચીત આગળ વધારી,
``મનોજ, વાંચતા-લખતા આવડે છે?"
``નહિ."
``શીખવું છે?"
``અમારે દિવસે ટાઈમ ના હોય."
``રાતે તો ભણાય ને? કામ પૂરું થાય પછી."
``રાતે કોણ ભણાવે?"
``અરે, તું તૈયાર તો થા હું ભણાવીશ!"
``પણ બહુ મોડું થઇ જાય રાતે."
``સારું, ખાલી રવિવારે ભણીએ તો? ફીસ્ટ હોય ત્યારે સાંજે જમવાનું નથી બનતું. ત્યારે તો વાંચતા લખતા શીખી શકાય."
``પણ મારી પાસે પેન-કાગળ કાંઈ નથી."
``એ તો હું આપીશ"
``હું નાનો હતો ત્યારે થોડા દિવસ સ્કુલે ગયો હતો."
``સરસ, એટલે ફરી શરું કરવું અઘરું નહિ લાગે."
``પણ મને કોણ ભણાવશે?"
``કહ્યુંને, હું જ ભણાવીશ!"
તમામ સમસ્યાઓનું સમાધાન થયું, પછી થોડી ક્ષણો તેણે મૌન પાળ્યું. છેલ્લે મનોજે મૂળ પ્રશ્ન પૂછ્યો,
``મફત?"
મારા શરીરમાંથી જાણે એક વીજપ્રવાહ પસાર થયો! મૂડીવાદની આ કઈ હદે આપણો સમાજ પહોંચ્યો છે કે એક ગરીબ બાળકને પણ કલ્પના નથી આવતી કે તેને કોઈ પરિચિત વ્યક્તિ મફત ભણાવી શકે!
પછી થોડા દિવસ એ ભણ્યો પણ ખરો.

No comments:
Post a Comment